મહેસાણા અમદાવાદ હાઈવે પર થયેલા ટ્રિપલ અકસ્માતમાં ઘટનાસ્થળે એકનું મોત

મહેસાણા અમદાવાદ હાઈવે પર થયેલા ટ્રિપલ અકસ્માતમાં ઘટનાસ્થળે એકનું મોત

મહેસાણાથી અમદાવાદ જવાના હાઈવે પર મંડાળી નજીક ત્રણ વાહનો વચ્ચે ગંભીર  અકસ્માત થયો હતો જેમા ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સેન્ટ્રો કારનું ટાયર ફાટતા સમગ્ર અકસ્માતની ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

સમગ્ર અકસ્માતની વિગત એવી છે કે મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહેલી સેન્ટ્રો કારનું ટાયર એકાએક ફાટવાના કારણે કાર અચાનક જ બેકાબુ બની જઈ  સામેની બાજુથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. બન્નેય ગાડીઓ વચ્ચે અચાનક જ થયેલા અકસ્માતના પગલે પાછળ આવી રહેલી એસટી બસ પણ બન્નેય કરો સાથે ટકરાઈ જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જ્યાં હાઈવે પર ચીસો અને ચિચિયારીઓ સંભળાવવા લાગી હતી. કોઈ કશું સમજે તે પહેલા તો મોટો અકસ્માત સર્જાઈ ગયો હતો. બે કારની ભીડંતમાં એસટી બસના ચાલકે મુસાફરોના જાનમાલને નુકશાન ન થાય તે હેતુથી બસ પરનો કાબૂ ગુમાવતા તે બસ નજીકમાં આવેલી શિવાલય હોટલમાં ઘુસી ગઈ હતી.

ગમખ્વાર અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જ્યાં સ્થાનિકોએ ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી વાહનોને દૂર કરવા સહિત ઘાયલોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને પહોંચાડવાની સેવામાં જોડાઈ ગયા હતા. પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ અકસ્માત બાદ ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસે ટ્રાફિક દૂર કરાવી રાબેતા મુજબ હાઈવે રોડ ફરી ચાલુ કરાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *