હાઇવે ઉપર ઢોર આવી જતા આગળ જતા વાહને બ્રેક મારતા પાછળ આવતા બે વાહનો એ ટક્કર મારી
વાહનો ને મોટું નુકસાન થવા પામ્યું જોકે ટ્રકના ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ પહોંચી; ડીસા ભીલડી હાઈવે પર આવેલા લોરવાડા વાઘપુરા પાટિયા નજીક સવારના સમયે ભીલડી તરફ જતી ટ્રક આગળ રસ્તા વચ્ચે ઢોર આવી જતા ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલ ગેસનું ટેન્કર અને તેની પાછળ આવેલા એક અન્ય ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
ભીલડી હાઇવે પરના લોરવાડા પાટિયા નજીક સવારના સમયે ભીલડી તરફ જઈ રહેલી ટ્રકની આગળ રસ્તા વચ્ચે ગાય આવી જતા ટ્રક ચાલકે ગાયને બચાવવા જતા જોરદાર બ્રેક મારી હતી તે દરમિયાન તેની પાછળ આવી રહેલા ગેસના ટેન્કર અને તેની પાછળ આવી રહેલી અન્ય એક ટ્રક જોરદાર રીતે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળ આવી રહેલી ટ્રક ચાલકના ડ્રાઇવર ને સામાન્ય ઇજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી જોકે ત્રણે વાહનોને મોટું નુકસાન થવા પામ્યું છે. અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતા હાઇવે ઓથોરિટી અને ભીલડી પોલીસ દોડી આવી હતી.
હાઇવે ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત; ડીસા ભીલડી હાઇવે ઉપર રખડતા પશુઓને લઈ અનેકવાર અકસ્માતો સર્જાયા છે તે જ રીતે આજે પણ હાઇવે ઉપર પશુ આવી જતા ટ્રક ચાલાકે બ્રેક મારતા અકસ્માત થયો હતો. જેમાં મોટી જાન હાની ટળી હતી જોકે વાહન તાલુકો મસ્ત મોટો ટોલટેક્સ ભરવા છતાં રસ્તા વચ્ચે રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.