પાટણ મહિલા પોલીસ દ્વારા દેશભક્તિની ભાવના સાથે પોલીસ પ્રત્યે લોકોનો અભિગમ બદલાય તેવા પ્રયાસ સાથે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું સુરક્ષા સેતુ સોસાયટી પાટણ અંતર્ગત મહિલા પોલીસ દ્વારા આગામી તા.૨૬જાન્યુઆરી ૨૦૨૫ના પ્રજાકસત્તાક દિનની ઉજવણી અંતગૅત લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તેમજ પોલીસ અને પ્રજા વચ્ચે ના સબંધો સુમેળભર્યા જળવાઇ રહે તેમજ પ્રજામાં પોલીસ પ્રત્યે સારા અભિગમની છાપ ઉભી થાય તેવા આશયથી જિલ્લાના નાગરીકોમાં રાષ્ટ્રધ્વજ નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરક્ષા સેતુ સોસાયટી પાટણ અંતર્ગત મહિલા પોલીસ દ્વારા ૨૬મી જાન્યુઆરીના ઉપલક્ષ્મા આયોજિત કરાયેલા રાષ્ટ્રધ્વજ વિતરણના કાર્યક્રમમાં મહિલા પોલીસ અધિકારી સહિત કર્મચારીઓએ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને દેશદુલારા રાષ્ટ્રધ્વજને અર્પણ કરી દેશભાવનાની સાથે સાથે પોલીસ પ્રત્યેની પ્રેમ અને લાગણીની ભાવનાને ઉજાગર કરવામાં આવતા મહિલા પોલીસની આ કામગીરીને સૌએ સરાહની લેખાવી હતી.