અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેર અને તાલુકા કોંગ્રેસ સંગઠન તથા સિદ્ધપુરના સુજાણપુરમાં આવેલ તિરંગા વિદ્યા સંકુલના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેર અને તાલુકા સંગઠનના કોંગ્રેસના કાર્યકરો તથા તિરંગા વિદ્યા સંકુલના વડા દશરથભાઈ આઈ પટેલ સહિત સંસ્થાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જુના ટાવરથી સિવિલ હોસ્પિટલ સુધી રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ યોજી હતી તે બાદ બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને મૃતાત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અપૅણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

- June 18, 2025
0
155
Less than a minute
You can share this post!
editor