મહેસાણા શહેરમાં ટ્રાફિક નિયમનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા 50 જેટલા વાહનોને લોક મારતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સિટી ટ્રાફિક પોલીસે 20 વાહનો, એ ડિવિઝન વિસ્તારમાં 15 અને બી ડિવિઝન વિસ્તારમાં 15 વાહનોને લોક મારવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમો સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી રહી છે.
બી ડિવિઝન વિસ્તારમાં રાધનપુર સર્કલ, મોઢેરા સર્કલ અને સર્વિસ રોડ પર પાર્ક કરાયેલા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે. એ ડિવિઝન વિસ્તારમાં પણ વિવિધ સ્થળોએ આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી શહેરના હાઈવે સહિત જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકને અવરોધતા વાહનોને નિશાન બનાવીને કરવામાં આવી છે. આ પગલાંથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.