પાલનપુર ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ત્યારે ટ્રાફિક નિવારણ સમિતિ આવતી કાલે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરશે. જેમાં 35,000 મિસકોલ સાથેની યાદી સાથે મુખ્યમંત્રીને રજુઆત કરાશે. ટ્રાફિકની વિકટ સમસ્યાના નિરાકરણ હેતુથી ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો. જેમાં લગભગ જાહેર જનતાના એક વીકમાં 35000 થી વધુ મિસકોલ આવેલા હતા. જેની યાદી સાથે અને એરોમાં સર્કલ પર અવરિત ટ્રાફિક સમસ્યા હોય છે. ઘણી વાર એમ્બ્યુલન્સ ફસાય છે તેવા વિડીયોની તૈયાર કરેલ પેન ડ્રાઈવ સાથે સી.એમ.ને રજુઆત કરાશે.
આ ઉપરાંત પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઓવરબ્રિજ અને અંડર પાસ ની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત જે બાયપાસ મંજૂર થયેલ છે તે ગોકળ ગતિએ ચાલી રહ્યો છે તે માટે ખાસ બાયપાસ નું કામ ઝડપી પૂરું કરવા સી.એમ.સમક્ષ માંગણી કરાશે. આવતીકાલે શહેરના જાગૃત વ્યક્તિઓ દ્વારા સીએમ તેમજ જિલ્લાના પ્રભારી અને વાહન વ્યવહાર મંત્રી ને રજૂઆત કરવામાં આવશે તેવું જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.