પાટણ-શિહોરી હાઈવે પર રેતી ભરીને દોડતા વાહનોના કારણે સજૉતી ટ્રાફિક સમસ્યા

પાટણ-શિહોરી હાઈવે પર રેતી ભરીને દોડતા વાહનોના કારણે સજૉતી ટ્રાફિક સમસ્યા

માર્ગ સુરક્ષા માટે તંત્ર દ્રારા તાત્કાલિક કાર્યવાહી આવે તેવી માંગ ઉઠી

પાટણ-શિહોરી હાઈવે પર રેતી ભરેલા વાહનોના અનિયમિત સંચાલન અને ઓવરલોડિંગને કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનું જોખમ વધ્યું છે. ત્યારે આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.  હાઈવે પર રેતી ભરેલા ભારે વાહનો (ટ્રકો/ડમ્પરો) ની સતત લાંબી લાઈનોને કારણે વાહન ચલાવવું જોખમી બન્યું છે. દ્વિચક્રીય વાહન ચાલકો અને સામાન્ય કાર ચાલકો માટે આ પરિસ્થિતિ મુશ્કેલ છે.

હાલમાં દિવાળીના તહેવારો નજીક હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી માટે શહેરમાં અવરજવર કરી રહ્યા છે. બાઇક પર અવરજવર કરતા લોકો માટે માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી છે. રેતી ભરેલા વાહનો રસ્તાની બંને બાજુએ ઊભા રહે છે, જેનાથી અવરોધ સર્જાય છે. જો કોઈ વાહન રસ્તા વચ્ચે બગડી જાય અથવા રેતીના ઢગલા રસ્તા પર ખડકાઈ જાય, તો માર્ગ સંકોચાઈ જાય છે. અને અકસ્માતનું જોખમ રહે છે.

ઘણા વાહનોમાં રેતી ખુલ્લી અવસ્થામાં ભરેલી હોય છે અથવા પડખામાંથી રેતી હવામાં ઊડ્યા કરે છે. આના કારણે દ્વિચક્રીય વાહન ચલાવતા લોકો, ખાસ કરીને નાના બાળકોની આંખોને નુકસાન થવાની સમસ્યા સર્જાય છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દિવસ દરમિયાન (ખાસ કરીને બપોરના સમયે) રેતીના ભારે વાહનોના સંચાલન સમયમાં ફેરફાર કરવા અથવા દિવસ દરમિયાન તેના પ્રવેશ પર નિયંત્રણ મૂકવા માગ ઉઠવા પામી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *