સ્થાનિક પોલીસ સહિત ટ્રાફિક પોલીસ નિષ્ક્રિયતાને લઇ મુસાફરોને ભારે અગવડતા
ડોક્ટર હાઉસ ઉપરાંત ખરીદી કરવા આવતા પ્રજાજનો માટે મહત્વપુર્ણ સ્ટેન્ડ પર લોકોની ભીડ
ડીસા શહેરમાં ગાયત્રી મંદિર પાસે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને રસ્તા પર ઉભા રહેતા લારી ગલ્લાઓ અને ખાનગી વાહનો ને લઇ મુસાફરોને ભારે અગવડ પડી રહી છે ઉપરાંત અહીંથી પસાર થનાર વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે લારી-ગલ્લા, ફુડ સ્ટોલ અને બિનઅનુમત ખાનગી વાહનો રોડ પર જ પાર્ક થવાથી રસ્તો સંકુચિત થઈ જાય છે, જેના કારણે દિવસ ભર ટ્રાફિક જામ જોવા મળતું હોય છે.
સ્થાનિક રહીશો અનુસાર ગાયત્રી મંદિર વિસ્તાર ડોક્ટર હાઉસ ઉપરાંત રહેણાંક અને વ્યાપારી ઝોનનું મિશ્રણ ધરાવે છે. અહીંથી સીધા ડીસા બજારમાં પણ લોકો આવન જાવન કરતા હોય છે. જેને લઈને અહીં દરરોજ અનેક મુશાફરો જોવા મળતા હોય છે. જેથી આ વધતી અવરજવર વચ્ચે લારીઓ અને ગલ્લાઓએ ફુટપાથ અને ખાનગી વાહનો એ રોડનો મોટા પાયે કબજો કરી લીધો છે. ત્યારે ટ્રાફિક સમસ્યા વધારે વિકરાળ બની રહી છે સ્થાનિક ટ્રાફિક પોલીસ અને હાઇવે ઓથોરિટીની નિષ્ક્રિયતાને લઈ હાઇવે પર ટ્રાફિક કરતા લોકોને મોકલુ મેદાન મળી ગયું છે
ડીસા નગરપાલિકા તથા સ્થાનિક પોલીસ નું ટ્રાફિક વિભાગ અને હાઈવે ઓથોરિટી દ્વારા ગાયત્રી મંદિર વિસ્તારમાં તાત્કાલિક ગેરકાયદેસર પાર્કિંગ પર કડક પગલા લેવામાં આવે અને લારી-ગલ્લાઓ માટે વૈકલ્પિક સ્થળ નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી તંત્ર કાર્યવાહી કરીને આ વિસ્તારને ટ્રાફિકમુક્ત અને સુવ્યવસ્થિત કરશે ખરા ?

