ટ્રાફિક જામની સમસ્યા : ડીસાના આખોલ ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિક સર્જાયો

ટ્રાફિક જામની સમસ્યા : ડીસાના આખોલ ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિક સર્જાયો

વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો અટવાયા

જિલ્લામાં ખેતીની સિઝન ચાલતી હોવાના કારણે વાહનો ની અવરજવર વધુ રહેતા ટ્રાફિક જામ

ડીસા ના આખોલ ચાર રસ્તા પર ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા  દિવાળીના મિની વેકેશન બાદ બજારો પણ ખુલતા અને ડીસા તાલુકામાં ખેતીના પાકોની સિઝન ચાલતી હોવાના કારણે આખોલ ચાર રસ્તા નજીક ટ્રાફિક સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શનિવારના રોજ આખોલ ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતાં કલાકો સુધી વાહનચાલકો ને ટ્રાફિક જામ ની સમસ્યા નડી હતી

આંતરરાષ્ટ્રીય સરહદ ને જોડતા હાઈવે પર ટ્રાફિક જામના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા વાહન ચાલકો આડેધડ રોંગ સાઈડ માં વાહનો હંકારતા ટ્રાફિક સમસ્યા નું વધુ સર્જન થયું હતું ડીસા તાલુકામાં બટાકાની સીઝન ચાલી રહી છે ત્યારે હાઇવે ઉપર ઠેર ઠેર ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે.

આખોલ ચાર રસ્તા નજીકનું સર્કલ નાનું કરવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યા હાલ થઈ શકે છે : વાહન ચાલકો : આ અંગે કેટલાક વાહન ચાલકોએ કહ્યું હતું કે ડીસા ના આખોલ ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિક  સમસ્યા સર્જાતી હોવાથી હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે ચાર રસ્તા નજીકનું સર્કલ ખૂબ જ મોટું હોવાથી વાહનો વારંવાર ટ્રાફિક જામ થાય છે જો પાલનપુર એરોમા સર્કલ ની જેમ આ  સર્કલ ને પણ નાનું કરવામાં આવે તો અન્ય વાહનો પણ સરળતાથી પસાર થઈ શકે છે અને ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ શકે‌ છે.

ટ્રાફિકજામ માં વાહન ચાલકો ઉતાવળ કરવા જતા વધુ ટ્રાફિક જામ થઈ જતી હોય છે: આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હાઈવે ઉપર વાહન ચાલકો સામાન્ય રીતે વન-વે લાઈન માં  ચાલી જાય તો ટ્રાફિક ન સર્જાય પરંતુ કેટલાક ઉતાવળિયા વાહનચાલકો આડેધડ વાહન ધુસાડી દેતા ટ્રાફિક વધુ જામ થઈ જતો હોય છે

subscriber

Related Articles