પાલનપુર શહેરમાં પાર્કિંગના અભાવે ટ્રાફિક સમસ્યા દિન- પ્રતિદિન વકરી રહી છે. ત્યારે આજે શહેરના સિમલાગેટ અને દિલ્હીગેટ વિસ્તારમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલનપુર શહેરમાં પાર્કિંગ વિનાના શોપિંગ સેન્ટરોને કારણે વાહનો રોડ પર પાર્ક થતા ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. લારી-ગલ્લા અને આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક પોલીસ કર્મીઓની લાપરવાહીને પગલે ટ્રાફિક સમસ્યા પેચીદી બનતી જાય છે. રમઝાન માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે. અને ઇદ ના તહેવારને લઈને બજારમાં ઘરાકી જામી છે. તો વળી, ચેટીચાંદ, ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્યારે બજારમાં ભારે ભીડ જોવા મળતા આજે દિલ્હીગેટ અને સીમલાગેટ વિસ્તારમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ટ્રાફિક જામ ટાણે ટી.આર.બી. જવાનો જોવા ન મળતા આખરે પોલીસે આવી ટ્રાફિક સમસ્યા પૂર્વવત કરવા ભારે જહેમત ઉઠાવી હતી.

- March 30, 2025
0
64
Less than a minute
You can share this post!
editor