ડીસા ઉત્તર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી રસ્તા વચ્ચે પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી

ડીસા ઉત્તર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી રસ્તા વચ્ચે પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી

ડીસા ઉત્તર પોલીસ દ્વારા આજરોજ ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, દિપક હોટલ સર્કલના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી જેમાં રસ્તા વચ્ચે પાર્ક કરીને અડિંગો જમાવતાં વાહનચાલકો તેમજ કાળા કાચ દૂર કરાવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસામાં ગાયત્રી મન્દિરથી દિપક હોટલ સુધીના હાઈવે ઉપર ટ્રાફીક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનોના કારણે અવરજવર કરનાર રાહદારીઓ અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેના પગલે ઉત્તર પોલીસ સ્ટેશનના મહીલા પીઆઈ એસ.ડી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દીપક હોટલથી લઈ ગાયત્રી મંદિર સુધી મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક ડ્રાંઇવ યોજી હતી જેમાં રોડ ઉપર આડેધડ પાર્ક કરેલ મોટરસાયકલ ફોરવીલ ગાડીઓ સામે કડક કાર્યવાહી દંડ ફટકર્યો હતો પોલીસની આ કડક કામગીરીથી મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરેલા વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

પોલીસ દ્વારા હોસ્પિટલોની અંદર આવતા વ્યક્તિઓ હાઇવે ઉપર પોતાના વાહનો આડેધડ પાર્ક  કરતા હતા આ ઉપરાંત નો પાર્કિંગ ઝોન હોવા છતાં મન મરજી મુજબ મુકતા અન્ય દર્દીઓ રાહદારીઓ ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહીના લીધે રાહદારીઓ અને દર્દીઓએ થોડા સમય માટે રાહતનો દમ લીધો હતો. આ ઉપરાંત જે વાહનોને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનોની બ્લેક ફિલ્મ પણ પોલીસ દ્વારા ઉતારવામાં આવી હતી. આ ઉપરાંત ચાલુ વાહને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા વાહન ચાલકોને સામે પણ શિક્ષત્મક કાર્યવાહી કરવામા આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *