ઉનાવા એપીએમસી ખાતે બેઠક યોજી; ઊંઝા નજીક આવેલ ઉનાવા એપીએમસી ખાતે ગંજબજારમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદે આજે ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી આજે હરાજી પક્રિયાથી અળગા રહ્યા હતા. જોકે ઉનાવા એપીએમસી દ્રારા હરાજી ચાલુ રખાઈ હતી પરતું વેપારીઓ હરાજીમાં જોડાયા ન હતા.
વિગતો અનુસાર ઉનાવા એપીએમસી ખાતે શેષ લેવા સહિતના મુદ્દે આજે કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓએ તત્કાલિક બેઠક યોજી હતી. જેમાં શેષ મુદ્દે ઉનાવા એપીએમસીના સેક્ટરી રાજેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. વેપારીઓની માગ છે કે, તમામ જણસીની શેષ ગેટ પરજ લેવામાં આવે. ઉનાવા એપીએમસી ખાતે વેપારીઓ હરાજી કામકાજથી અળગા રહેતા માર્કેયાર્ડ બંધ જેવું રહેવા પામ્યું હતું.
આ મુદ્દે શૌરીન પટેલના વેપારીએ જણાવ્યું હતું કે ઉનાવા ગંજબજારમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓની બેઠક યોજાઈ હતી. વેપારીઓએ શેષ સહિતના મુદે રજૂઆત કરી છે. જ્યાં સુધી વેપારીઓના પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી વેપારીઓ હરાજીમાં નહીં જોડાય.
આ અંગે ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વેપારીઓની બેઠક યોજાયેલ બાદ વેપારીઓની માંગ છેકે જણસી પર લેવાતી શેષ ગેટ પરથી લેવામાં આવે. જોકે શેષ મુદ્દો બોર્ડ ઓફ ડિરેક્ટરનો હોય બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ અરજી મૂકીશું.