ભાભરમાં પરચુરણની અછતને લઈ વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી

ભાભરમાં પરચુરણની અછતને લઈ વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી

આરબીઆઇ દ્વારા રૂપિયા ૧૦ અને ૨૦ ના સિક્કા વધુ ચલણમાં મુકવામાં આવે તેવી લોક માંગ..!

ભાભર વેપાર મથક છે અને તાલુકાના ૫૩ ગામોમાંથી લોકો કામ અને ખરીદી અર્થે અહીં આવે છે. પણ વેપારીઓને હાલમાં છૂટા પૈસા એટલે કે પરચુરણની સમસ્યા પજવે છે. કારણ બજારમાં ૧૦ અને ૨૦ રૂપિયાની જૂની ફાટેલી નોટો આવે છે. જે ગ્રાહકો હાથમાં પણ પકડતા નથી.વળી સ્ટેટ બેન્ક ભાભર શાખામાં લગભગ છેલ્લા છ મહિનાથી ૧૦ અને ૨૦ રૂપિયાની નવી નોટો અને દશના સિક્કા મળતા નથી. ગ્રાહકો બેન્ક અધિકારી સાથે વાતચીત કરે કે અમારે છુટ્ટા દસના સિકકા જોઈએ છે પણ હાજર બેન્ક કર્મચારીઓ એવું જણાવે છે કે સ્ટેટ બેંક દ્વારા ઉપરથી કોઈ સિક્કા આવ્યા નથી, આવશે એટલે આપીશું. તેવા જવાબો લગભગ છ મહિનાથી મળે છે તો શું ભારતીય સ્ટેટ બેન્ક શાખા દ્રારા વડી કચેરીમાં રજૂઆત કરવામાં આવતી નહીં હોય? તેવા સવાલો વેપારીઓમાં ઉઠી રહ્યા છે. તમામ વેપારીઓને છુટ્ટા પૈસાનો વિકટ પ્રશ્ન સતાવે છે ત્યારે ભારતીય રિઝર્વ બેંકની વડી કચેરી દ્વારા સ્ટેટ બેંક શાખા ભાભરમાં વધુ દસ અને વીસના સિક્કા નવા આપવામાં આવે તો વેપારીઓ અને લોકોને પડતી હાલાકી દૂર થાય તેમ છે.

હાલમાં શહેરના વેપારીઓને છુટ્ટા પૈસા (પરચુરણ) બાબતે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રાહકો લગભગ ૫૦ ની ૧૦૦ અને ૨૦૦ ની નોટ લઈને આવે છે તેને છુટા આપવામાં તકલીફ પડે છે ધારો કે ૨૦૦ રૂપિયાની નોટ લઈને આવે અને ૧૦ રૂપિયાની વસ્તુ લેવી હોય તો ૧૯૦ રૂપિયા કઇ રીતે આપે? કારણ કે ૧૦ ની ૨૦ ની નોટો સારી આવતી નથી અને તેના સિક્કા પણ જોઈએ તેટલાં મળતા નથી. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના અધિકારીઓ આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તેવો લોક મત પ્રવર્તે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *