અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ નદીમાં પાણીની આવક થતા પર્યટકોની આવક જાવક શરૂ

અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ નદીમાં પાણીની આવક થતા પર્યટકોની આવક જાવક શરૂ

નદીમાં પાણીની આવક શરૂ થતાની સાથેજ પર્યટકો કુદરતી નજારાની અને નદીની મોજ માણવા પોહચી રહ્યા છે.

અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ બનાસ નદીના કિનારે બિરાજમાન છે. આસપાસ અરવલ્લીની ગિરીમાળોની પહાડીઓ હારમાળા અને વરસાદી માહોલ છવાતા ચારેય બાજુ જ્યાં નજર જાય ત્યાં કુદરતી સોંદર્યોનો નજારો અને મોન્સૂનની લીલોતરી જોઈ મન પ્રસન્નતાથી હરખાઈ જાય છે અને એવામાં કુદરતી નજારાઓની વચ્ચોવચ વિશ્વેશ્વર મહાદેવ અને મહાદેવના મંદિરને અડીને ચાલતી બનાસકાંઠાની બનાસ નદી જે આસપાસના અરવલ્લીની પહાડીઓથી ઘેરાયેલી અને પહાડોની વચ્ચોવચથી વહેતી નદી આવો કુદરતી નજારો જોઈ લોકોના મન પ્રફુલિત થઈ જાય છે અને વળી આવામાં ભોળાનાથ મળે તો એમાય શિવ ભક્તોને મજા જ કઈક અલગ હોય શિવની ભક્તિ કરવા માટે આનાથી શ્રેષ્ઠ શું મનાય કુદરતી ખોળે બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવ અને ભક્તિ કરી કુદરતી નજારો અને પહાડોની વચ્ચે સ્થિત વહેતી બનાસમાં નહાવાની અને મોનસૂનની મજા લેવાનો એક માત્ર સંગમ કહી શકાય એવા વિશ્વેશ્વર મહાદેવના ધામમા પર્યટકોની આવક શરૂ થઈ.

કહેવાય છે કે આ ક્ષેત્રના દાંતાણી ક્ષેત્રમાં જયરાજ ચાવડાના ચૌદમી સદીમાં ચંદ્રાવતી નગરીની જાહોજલાલીના સમયમાં આ મંદિરની સ્થાપના થઈ હતી આ સ્થળે નદીનો પ્રવાહ વેહત્તો હોય ત્યારે મંદિરની રમણીયતા વધી જાય છે વળી પાંડવોના વનવાસ દરમિયાન અહીંયા વસો કરી જે તે સમયે અહીં સ્થાપના કરવામાં આવી હતી એવી પણ લોક વાયકા છે. આવનારા શ્રાવણ માસમાં શિવભક્તોની ભારે ભીડ અહીંયા જોવા મળતી હોય છે શિવભક્તો અહીંયા નદીમાં સ્નાન કરી મંદિરમાં શિવની ઉપાસના કરે છે અને શ્રાવણ માસમાં અરવલ્લીની પહાડીઓ શિવના નાદથી ગુંજી ઉઠે છે વળી શ્રાવણમાં આવતા તહેવારો અમીરગઢ તાલુકાના તાબામાં આવેલ ઈકબાલગઢ થી ત્રણ થી ચાર કિમી દૂર આવેલ વિશ્વેશ્વર મહાદેવનું આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર પર્યટકો માટે આસ્થાનું પ્રતિક અને કુદરતી સૌંદર્ય ધરાવતું એક માત્ર સ્થળ લગભગ છે જ્યાં નદી શિવમંદિર અને અરવલ્લીની તળેટી ની વચ્ચોવચ મહાદેવ બિરાજમાન છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *