રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૫મો જન્મદિવસ છે. આ પ્રસંગે દેશ-વિદેશમાંથી પીએમ મોદીને શુભેચ્છાઓ અને અભિનંદનનો પ્રવાહ મળી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને આ પ્રસંગે અભિનંદન આપતા કહ્યું કે, આજનો દિવસ ૧.૪૫ અબજ ભારતીયો માટે ઉજવણીનો દિવસ છે. ભગવાને ખુદ મોદીજીને આપણી માતૃભૂમિનું નેતૃત્વ કરવા અને ભારતને વિશ્વનું મહાન રાષ્ટ્ર બનાવવા માટે અવતાર તરીકે મોકલ્યા છે.
રિલાયન્સના ચેરમેને કહ્યું, આજનો દિવસ ૧.૪૫ અબજ ભારતીયો માટે ઉજવણીનો દિવસ છે. આ આપણા સૌથી આદરણીય અને પ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો ૭૫મો જન્મદિવસ છે. સમગ્ર ભારતીય ઉદ્યોગ, રિલાયન્સ પરિવાર અને અંબાણી પરિવાર વતી, હું વડાપ્રધાન મોદીજીને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, ભારતના અમૃત કાળ દરમિયાન મોદીજીનો અમળત મહોત્સવ આવી રહ્યો છે તે કોઈ સંયોગ નથી. હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે જ્યારે સ્વતંત્ર ભારત ૧૦૦ વર્ષ પૂર્ણ કરે, ત્યારે મોદીજી ભારતની સેવા કરતા રહે. મારા સૌથી આદરણીય નરેન્દ્ર ભાઈ, તમે સો વર્ષ જીવો.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર ગણાવતા કહ્યું, ભગવાન પોતે મોદીજીને ભગવાનના અવતાર તરીકે આપણી માતૃભૂમિનું નેતૃત્વ કરવા અને ભારતને વિશ્વનું સૌથી મહાન રાષ્ટ્ર બનાવવા માટે મોકલ્યા છે. હું ભાગ્યશાળી છું કે હું તેમને છેલ્લા ત્રણ દાયકાથી નજીકથી જાણું છું. મેં કયારેય એવો નેતા જોયો નથી જે ભારત અને ભારતીયોના સારા ભવિષ્ય માટે આટલા અથાક મહેનત કરે છે.રિલાયન્સના ચેરમેને કહ્યું કે પીએમ મોદીએ સૌપ્રથમ ગુજરાતને આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત કર્યું. હવે, તેઓ આખા દેશને વૈશ્વિક પાવરહાઉસમાં પરિવર્તિત કરી રહ્યા છે. વડા પ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું, હું મારા બધા ૧.૪૫ અબજ સાથી ભારતીયો સાથે આપણા વડા પ્રધાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના સતત સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

