પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક એક લાખ બોરીની આવક નોધાઈ; ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આજથી તમાકુની હરાજીનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક તમાકુની આવક થઈ છે પ્રથમ દિવસે એક લાખ બોરી તમાકુની આવક થઇ છે. બેસ્ટ તમાકુના મણનો ભાવ રૂપિયા 3200 જોવા મળ્યો હતો. ઉનાવા એપીએમસીના પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડુતોને ખરૂં તોલ અને રોકડું નાણું મળી રહે છે. પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતો અહીં માલને હરાજી માટે આવે છે.
ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ માર્કેટેયાર્ડ ખાતે આજે તમાકુની હરાજીનો પ્રારંભ થયો છે. જેને લઈ મોટી સંખ્યામાં દૂર દૂર થી ખેડૂતો તમાકુ લઈને આવતા વાહનોની લાંબી કતારો લાગી હતી. તમાકુની રેકોર્ડ બ્રેક એક લાખ બોરીની આવક નોંધાઈ છે. આજે યોજાયેલ તમાકુના ઊંચો ભાવ રૂપિયા 3200 અને નીચો ભાવ રૂપિયા 1750 સુધીનો જોવા મળ્યો હતો. જ્યારે એવરેજ ભાવ રૂપિયા 2000 થી 2200 સુધીના જોવા મળ્યા હતા.
ખેડુતોને પોષણ શ્રમ ભાવો મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો અહીં તમાકુ વેચવા માટે આવે છે. તમાકુની સિઝન બે મહિના ચાલશે જેમાં અંદાજિત 30 લાખ બોરી તમાકુની આવક થવાની ધારણા છે. ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે ઠંડા પાણી અને નજીવા દરે જમવાની ઉત્તમ વ્યવસ્થા યાર્ડ દ્વારા કરવામાં આવી છે.