તિરુપતિ મંદિર લાડુ વિવાદ: CBIની આગેવાની હેઠળની SIT એ 4 લોકોની કરી ધરપકડ

તિરુપતિ મંદિર લાડુ વિવાદ: CBIની આગેવાની હેઠળની SIT એ 4 લોકોની કરી ધરપકડ

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચાર લોકોની ધરપકડ કરી છે. તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી હોવાનું બહાર આવ્યું. આ પછી, દેશભરમાં ભક્તોનો ગુસ્સો જોવા મળ્યો. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. આ જ ટીમે ચાર લોકોની ધરપકડ કરી છે જેઓ અલગ અલગ ડેરીઓ સાથે સંકળાયેલા છે પરંતુ મંદિરને પશુ ચરબીવાળું ઘી પૂરું પાડવામાં સામેલ છે.

શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા તિરુપતિ લાડુમાં કથિત ભેળસેળના સંબંધમાં વિશેષ તપાસ ટીમે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટરો વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન તરીકે થઈ છે.

આરોપીઓ કઈ ડેરીના છે?

રવિવારે મોડી રાત્રે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.” બે વ્યક્તિઓ (બિપિન જૈન અને પોમી જૈન) ભોલે બાબા ડેરીના છે, અપૂર્વ ચાવડા ‘વૈષ્ણવી ડેરી’ સાથે સંકળાયેલા છે અને (રાજુ) રાજશેખરન ‘એઆર ડેરી’ સાથે સંકળાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતાઓ બહાર આવી હતી, જેના કારણે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર મેળવ્યું હતું અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *