વાહન ચોરીની ઘટનાઓથી રહીશોની ઊંઘ હરામ: ચોરીની હરકત સી.સી કેમેરામાં કેદ; પાલનપુરમાં શિવનગર સોસાયટી તેમજ વાલ્મિકી પૂરા વિસ્તારમાં એક સપ્તાહમાં બે બાઈકો તેમજ એકટીવાની ચોરી થતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી જવાની સાથે ઊંઘ હરામ થઈ ગઈ છે.
પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં વાહન ઉઠાંતરીની ઘટનાઓ પોલીસના ચોપડે વધી રહી છે. જ્યારે શહેરમાં શિવનગરના નાકે આવેલા એક મકાનમાં પાર્ક કરેલ એકટીવા કોઈ અજાણ્યા તસ્કરો રાત્રિ દરમિયાન ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં આવેલા વાલ્મીકિ પુરા ઝુપડપટ્ટી પાસે રાત્રે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો અડધી રાતે બાઈક ઉપર આવી અહીં પડેલી મોટરસાયકલ ઉઠાતરી કરી ભાગી છૂટ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે, આ ચોરીની હરકત અહીં લાગેલા સી.સી.ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે સ્થાનિકોએ પૂર્વ પોલીસમાં ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી હતી.