સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસ માટે તૈયાર કરાયેલા સુવિધા યુકત બુથો જિલ્લા પોલીસ વડા ને અપૅણ કરાશે; પાટણમાં વિવિધ ત્રણ સેવાભાવી સંસ્થાઓના કાર્યકર્તાઓએ ગુજરાતમાં અંગદાન વિષયમાં જનજાગૃતિના વિવિધ પ્રયોગોથી એક અનોખા વિચારને સાકાર રૂપ આપવા માટે પાટણ શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમન કરતા પોલીસના જવાનો સુવિધા પૂર્વક ફરજ નિભાવી શકે તે હેતુથી એક નાનકડો પણ અનોખો પ્રયત્ન કર્યો છે. જેમાં ફરજ નિભાવતા પોલીસમેન ગરમીમાં કે ચોમાસામાં આ સુવિધાના માધ્યમથી વાતાવરણની અસરથી બચી શકે અને રસ્તે પસાર થનાર લોકો એના પર લખેલ અંગદાનનો સંદેશ વારંવાર વાંચી શકે તેવા ઉદેશથી તૈયાર કરવામાં આવેલ આ ટ્રાફિક પોલીસ માટેના સુવિધા યુક્ત બુથો જિલ્લા પોલીસ વડાને અપૅણ કરવામાં આવનાર છે.
હુડકોના ડિરેક્ટર અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી અને પાટણના નીરજસેવા ટ્રસ્ટના પ્રમુખ કે.સી પટેલ, પાટણ યાર્ડના ચેરમેન સ્નેહલ પટેલ અને ટ્રસ્ટી દર્શકભાઇ ત્રિવેદી દ્વારા જિલ્લામાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે હાથ ધરેલા આ નવીન પ્રયોગને ગુજરાત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટવતી આ પ્રેરણા અને પ્રયાસને તેના પ્રમુખ દિલીપભાઈ દેશમુખે પણ બિરદાવ્યો છે.