પોલીસે કુલ રૂ.૧૦,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંઝુડાને મળેલી ખાનગી બાતમીના આધારે, ડીસાના વાડીરોડ ટેકરા વિસ્તારમાં આવેલા બાવળોની ઝાડીમાં જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ કોન્સ્ટેબલ રમેશકુમાર રાણાભાઇ (બ.નં. ૬૮૦) અને અ.હે.કો. લાલજીભાઈ શામળાજી (બ.નં. ૧૭૨૬) સહિતના સ્ટાફે ખાનગી વાહનમાં ઘટના સ્થળે પહોંચી, બે રાહદારી પંચોને સાથે રાખી રેડ કરી હતી. પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા ઇસમોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને ત્રણેયને પકડી પાડ્યા હતા.રેડ દરમિયાન પકડાયેલા ત્રણેય ઇસમોની અંગ ઝડતી અને જુગારના પટ પરથી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો,પોલીસે રોકડ રકમ રૂ. ૧૦,૮૦૦/-કબ્જે કર્યા છે તેમજ સમગ્ર રેડ દરમિયાન પોલીસે કાયદેસરનું પંચનામું કરી, તમામ મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની અટકાયત કરવામાં આવી છે.
ઝડપાયેલ આરોપી
સુજાજી કરણાજી માજીરાણા
ભરતભાઈ ભુપતજી દરબાર
ખોડીદાસ કલ્યાણભાઈ નટ

