અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરના સમયે ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં આગ લાગતા મુસાફરો આગમાં લપેટાયા હતા. આ દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા.ચંદ્રુમણાના વતની અને હાલ ગાંધીનગર રહેતા કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમના પત્ની બબીબેન પટેલ લંડનમાં રહેતા તેમના પરિવાર સાથે મળવા જઈ રહ્યા હતા. તેમના ભાઈ કીર્તિભાઈ પટેલે આ માહિતી આપી હતી. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની 33 વર્ષીય મહિલા પણ વિમાનમાં સવાર હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના વતનમાં રહેતી હતી અને ગઈકાલે લંડન જવા નીકળી હતી.
વિમાન દુર્ઘટનાની જાણ થતાં ત્રણેય મુસાફરોના પરિવારજનો અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, હજુ સુધી મૃતદેહોનો DNA ટેસ્ટ થયો નથી. DNA ટેસ્ટ બાદ જ તેમના સ્વજનોના મૃત્યુની પુષ્ટિ થશે