પોલીસે ઉત્તર ગોવા જિલ્લામાં ત્રણ સગીર છોકરીઓ પર બળાત્કાર કરવાના કેસમાં એક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક જ બિલ્ડિંગમાં રહેતી ૧૧, ૧૩ અને ૧૫ વર્ષની આ છોકરીઓ પર ૭ અને ૮ જૂનના રોજ કાલંગુટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં બે લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાંચેય છોકરીઓ ગેસ્ટ હાઉસમાં રહેવા માટે એકસાથે આવી હતી. આમાંથી બે મોટી છોકરીઓ બહેનો છે.
પીડિત છોકરીઓના પરિવારે 8 જૂને ફરિયાદ નોંધાવી હતી કે છોકરીઓ આગલા દિવસથી ગુમ છે. પોલીસે ઘણી ટીમો બનાવીને તે જ દિવસે ગેસ્ટ હાઉસમાંથી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી અને બે યુવાનો, 19 વર્ષીય અલ્તાફ મુજાવર અને 21 વર્ષીય ઓમ નાઈકની ધરપકડ કરી હતી. પોલીસે પુરાવા તરીકે હોટલના એન્ટ્રી રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો એકત્રિત કર્યા છે.
પોલીસ અધિક્ષક રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (31) અને મેનેજર મન્સૂર પીર (35) ની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સગીર છોકરીઓને તેમના માતાપિતાની સંમતિ અને ચકાસણી વિના ગેસ્ટ હાઉસમાં રાખીને કાયદાનું ઉલ્લંઘન કરવા અને ગુનાને પ્રોત્સાહન આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.