ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ
રાધનપુરના ઘાંસીયાવાસ વિસ્તારમાં પત્નીની કોર્ટમાં સનદ નોંધાવવા બાબતે એક યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઈમામભાઈ ઉર્ફે ઈમરાન સિપાઈએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોધાવેલ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું. ગત તા. 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ તેમના મિત્ર સાથે બજારમાં સામાન લેવા જઈ રહ્યા હતા. ત્યારે રાજગઢી પાસે અલ્તાફ શેખે તેમને રોક્યા અને ‘ચાય પે ચર્ચા’ નામની દુકાન પાસે બોલાવ્યા. ત્યાં આરોપી અલ્તાફે ઈમામને પૂછ્યું કે તેમની પત્ની કોર્ટમાં કેમ સનદ નોંધાવે છે, જ્યારે તેણે ના પાડી હતી.
ઈમામએ પોતાની પત્ની સનદ નોંધાવશે તેમ કહેતા, અલ્તાફ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે અપશબ્દો બોલી ઈમામને ગડદાપાટુનો માર માર્યો હતો. અન્ય લોકોએ વચ્ચે પડી ઈમામને છોડાવ્યા હતા. આ હુમલા બાદ ઈમામઘરે પહોંચ્યો. ત્યારે તે જ રાત્રે આરોપી અલ્તાફ શેખ, તેનો જમાઈ આબીદ અને ભાણેજ ફેસલ લાકડીઓ લઈને ઈમામના ઘરે આવ્યા હતા. આરોપીઓએ ઈમામને ધમકી આપી હતી કે, પોલીસમાં આપેલી અરજી પાછી ખેંચી લે, નહીં તો જાનથી મારી નાખીશું. આ મામલે રાધનપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

