પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે તેમની પાસેથી બે એકે 47 રાઈફલ અને બે ગ્લોક પિસ્તોલ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. અથડામણમાં ત્રણેય આતંકવાદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. બંનેની સારવાર ચાલી રહી છે અને બંને ખતરાની બહાર છે.
એન્કાઉન્ટર બાદ આતંકીઓ પાસેથી બે એકે 47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા હતા. ઘટના બાદ ત્રણેયને પુરણપુર આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં સુધી આતંકીઓ માર્યા ન હતા. જોકે, આરોગ્ય કેન્દ્રમાં આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.