મહેસાણાના જોટાણા ગામે ત્રણ નકલી જીએસટી અધિકારી ઝડપાયા

મહેસાણાના જોટાણા ગામે ત્રણ નકલી જીએસટી અધિકારી ઝડપાયા

પાંચ વર્ષથી જીએસટી ભર્યું નથી તેમ કપડાંના વેપારી પાસે રૂ.૫ લાખ માંગ્યા; મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં નકલી જીએસટી અધિકારી બનીને આવેલા ત્રણ શખ્સોને સ્થાનિક વેપારીઓએ ઝડપી લીધા છે. આ શખ્સોએ વેપારી પાસેથી ૫ લાખ રૂપિયાની માગણી કરી હતી.

મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં ન્યૂ બેસ્ટ પ્રાઈઝ નામની કપડાં અને બૂટની દુકાન ધરાવતા મલેક ઈલિયાસભાઈની દુકાને બે મહિલા અને એક પુરુષ આવ્યા હતા. તેમણે વેપારી પાસે જીએસટી નંબર અને દસ્તાવેજો માગ્યા હતા. આરોપીઓએ વેપારીને છેલ્લા પાંચ વર્ષથી જીએસટી ન ભર્યાનું કહી ૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. વળી જો આજે પૈસા નહીં આપે તો ૧૦ લાખનો દંડ ભરવો પડશે તેવી ધમકી પણ આપી હતી.

આથી વેપારીને શંકા જતાં સરપંચના પુત્ર સરફરાજે આ લોકો પાસે આઈડી કાર્ડની માગણી કરી હતી. આરોપીઓએ આઈડી કાર્ડ ગાડીમાં હોવાનું કહી બ્લેનો કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય વેપારીઓએ તેમને પકડી લીધા હતા. પકડાયેલા શખ્સોએ બાદમાં પોતે પત્રકાર હોવાનો દાવો કર્યો હતો અને રિદ્ધિ દવે, પટેલ શર્મિલા તથા ડ્રાઈવર પટેલ કિરણ વિનોદભાઈ તરીકે ઓળખ આપી હતી.તપાસમાં બહાર આવ્યું કે આ ત્રણેય શખ્સો અમદાવાદથી નકલી રેડ પાડવા આવ્યા હતા. વેપારીની ફરિયાદના આધારે સાથલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *