એક જ દિવસમાં દાણચોરીના ત્રણ કિસ્સા; એરપોર્ટ પરથી સોનું ઝડપાયું

એક જ દિવસમાં દાણચોરીના ત્રણ કિસ્સા; એરપોર્ટ પરથી સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં દાણચોરીના ત્રણ કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે રૂ.98,96,540ના કિંમતનું 1130 ગ્રામ સોનું ઘૂસાડવાનો પ્રયાસ કરનાર એક પેસેન્જરને આજે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. બીજા એક કેસમાં રૂ.823,29,471ના કિંમતનું 938.39 ગ્રામ સોનું ઝડપાયું છે. ત્રીજા પેસેન્જર પાસેથી 951.07 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું.

આજે એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ મળીને રૂ. 2.60કરોડનું અદાજે બે કિલો સોનું ઝડપાયું છે. દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર એસજી-16માં આ પેસેન્જર આવ્યો હતો. પેસેન્જરના સામાનની ચકાસણી કરવામાં આવતા તેની પાસેથી એક બ્રાન્ડડ મિક્સર બ્લેન્ડર મળી આવ્યું હતું. આ મિક્સર બ્લેન્ડરની વધુ તપાસ કરવામાં આવતા મોટરના હિસ્સામાં સોનું મૂકવા ઉપરાંત એક લંબગોળ સિલિન્ડર જેવા આકારનોકાળા રંગનો ગઠ્ઠો પણ મળી આવ્યા હતો. તેની અંદર પણ સોનું છુપાવવામાં આવેલું હતું. આ રીતે પકડી પાડવામાં આવેલું સોનું અંદાજે 1130 ગ્રમ હતું. પેસેન્જર રાજસ્થાનના ચિતોડગઢનો રહેવાસી છે.

અમદાવાદના એર ઇન્ટેલિજન્ટ યુનિટના અધિકારીઓએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટિલિજન્સના સહયોગમાં આજે રૂ. 82,18,420ના કિંમતનું બીજું 938.39 ગ્રામ સોનું પણ પકડી પાડયું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટિલિજન્સના સહકારથી આ સોનું પકડી પાડયું છે. અબુધાબીથી અમદાવાદ અને શારજાહથી અમદાવાદ આવતા બે પેસેન્જરના એર પોર્ટ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *