ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી ત્રીજી ટીમ બહાર, અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી ત્રીજી ટીમ બહાર, અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો

અફઘાનિસ્તાને ફરી એકવાર ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની પહેલી જીત સાથે અફઘાનિસ્તાને સેમિફાઇનલની રેસમાં પોતાને જાળવી રાખ્યા છે જ્યારે ઇંગ્લેન્ડ છેલ્લા-4 ની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. પ્રથમ બેટિંગ કરતા, અફઘાનિસ્તાને ઓપનર ઇબ્રાહિમ ઝદરાનના 177 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 325 રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 49.5 ઓવરમાં 317 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને અફઘાનિસ્તાને 8 રનથી મેચ જીતી લીધી. ઈબ્રાહિમ ઝદરાનને રેકોર્ડબ્રેક ૧૭૭ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ ૧૨૦ રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઉમરઝાઈએ બોલિંગમાં 5 વિકેટ લીધી. મોહમ્મદ નબીએ 2 બેટ્સમેનની વિકેટ લીધી. અફઘાનિસ્તાનની ટીમે ODI ક્રિકેટમાં સતત બીજી વખત ઇંગ્લેન્ડને હરાવ્યું છે. આ પહેલા, અફઘાનિસ્તાનની ટીમે 2023ના વર્લ્ડ કપમાં દિલ્હીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું.

ઇંગ્લેન્ડ બહાર

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી આ રોમાંચક મેચ કરો યા મરો જેવી હતી. આવી સ્થિતિમાં, અફઘાનિસ્તાને જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલની રેસમાં પોતાને જાળવી રાખ્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ હાર બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થનારી ત્રીજી ટીમ છે. અગાઉ, યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયા છે.

ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ પહેલાથી જ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે. હવે ગ્રુપ-બીમાંથી 2 સેમિફાઇનલ ટીમોનો નિર્ણય હજુ બાકી છે. સેમિફાઇનલમાં બે સ્થાન માટે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સ્પર્ધા છે. ગ્રુપ બીમાં, દક્ષિણ આફ્રિકા 3 પોઈન્ટ સાથે ટોચ પર છે જ્યારે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સમાન પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બંને ટીમો વચ્ચે ફક્ત નેટ રન રેટનો તફાવત છે. અફઘાનિસ્તાન 2 મેચમાં પ્રથમ જીત બાદ 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તે જ સમયે, ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *