પાટણ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% અનામત બેઠકો અંતર્ગત કુલ 1019 સીટો પર પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.પ્રથમ રાઉન્ડમાં 978 સીટો સામે 894 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. બીજા રાઉન્ડમાં 83 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા 28 મીએ પૂર્ણ થઈ હતી આ રાઉન્ડમાં 62 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો તો પાંચ વિદ્યાર્થીઓના વાલીઓ પ્રવેશ લેવા આવ્યા નહોતા અને 16 લોકોએ શાળાની પસંદગી કરી નહોતી.બાકી રહેલી 63 બેઠકો પૈકી 21 સીટો માટે ગતરોજ ત્રીજો રાઉન્ડ જાહેર કરાયો છે.
કેટલીક શાળાઓમાં વાલીઓની અરુચિને કારણે બેઠકો ખાલી રહી છે. કુલ 1019 બેઠકો સામે અત્યાર સુધીમાં ત્રીજા રાઉન્ડની 21 બેઠકો સહિત 977 બેઠકો પર પ્રવેશ ફાળવણી થઈ ગઈ છે.ત્રીજા રાઉન્ડમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓના વાલીઓએ 6 થી 13 જૂન સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત શાળામાં જઈને પ્રવેશ મેળવી લેવાનો રહેશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.