ચોરોનો તરખાટ; હારીજ ખાતે આવેલ અંબાજી મંદિરમાં એક કિલો ચાંદીના આભૂષણોની ચોરી

ચોરોનો તરખાટ; હારીજ ખાતે આવેલ અંબાજી મંદિરમાં એક કિલો ચાંદીના આભૂષણોની ચોરી

હારિજના રામજી મંદિર પરિસરમાં આવેલા પટેલ સમાજના કુળદેવી અંબાજી માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે. ગુરુવારે રાત્રે બે તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી માત્ર 8 મિનિટમાં ચોરી કરી હતી. મંદિરના પૂજારી મદનલાલ સાધુ રાત્રે પૂજા પાઠ કરી સૂઈ ગયા હતા. સવારે આરતી માટે મંદિર ખોલતાં ગર્ભગૃહનો મુખ્ય દરવાજાનું લોક તૂટેલું જોવા મળ્યું હતું. તેમણે તાત્કાલિક ટ્રસ્ટી અશોકકુમાર મફતલાલ પટેલને જાણ કરી હતી.તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ માતાજીનો 400 ગ્રામનો ચાંદીનો મુગટ અને 600 ગ્રામના નાના-મોટા 10 ચાંદીના છત્તર મળી કુલ 70 હજાર રૂપિયાની કિંમતના એક કિલો ચાંદીના આભૂષણોની ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે બે શખ્સો રાત્રે મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. તેમના હાથમાં કોસ અને ડિસમિસ જેવી ધાતુ હતી. હારિજ પોલીસ સ્ટેશનના પીઆઇ નિરવભાઈ શાહના જણાવ્યા મુજબ, આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ ચાલુ છે અને ચોરોને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પટેલ સમાજના કુળદેવીના મંદિરમાં થયેલી ચોરીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે અને ચોરોને પકડવાની માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *