વાવ હાઇવે ચાર વિસ્તાર પર પાણી પુરવઠાની કચેરી આવેલી છે અંદાજે 2 એકર થી વધુ મોટા વિસ્તારમાં આવેલી આ કચેરી માં પાણી ન બે મોટા સમ્પ તેમજ વિશાળ બે ટાકા ઉપરાંત કચેરી છે વધુમાં પાણી પુરવઠા ને લગતી લાખો રૂપિયાની સાધન સામગ્રી પડેલી છે. છતાં આ કચેરી માં નથી એલી ડી લાઇટ ની સુવિધા કે નથી પોલીસ પોઇન્ટ કે નથી ચોકીદાર જેથી કરીને ગતરોજ વાવની પાણી પુરવઠા કચેરી માં પડેલો 33 મીટરનો કેબલ વાયર રૂ 33000 ની કિંમતનો કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા આ બાબત ની જાણ કચેરી ના કર્મચારીને થતાં વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જોકે વધુ જાણવા મળતી માહિતી મુજબ એક સપ્તાહ અગાઉ બુકણા ખાતે થી પણ કેબલ વાયરની ચોરી થઈ છે.તેનો ભેદ પણ ઉકેલાયો નથી.આ કેબલ ચોરીમાં કોઈ એક ગેગ સક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે.આ બાબતે પોલીસ ગંભીર રસ લઈ આ ચોરીનો ભેદ ઉકેલ લાવે તેમજ વાવની પાણી પુરવઠા કચેરીમાં પોલીસ પોઇન્ટ મુકવામાં આવે તેવી લોક માંગ છે.