મહિલા પ્રીમિયર લીગનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે : ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાશે

મહિલા પ્રીમિયર લીગનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે : ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાશે

વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે. આ માટેનો સમયપત્રક ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. દરમિયાન, BCCIએ મહિલા પ્રીમિયર લીગ માટે તેના સંભવિત સ્થળની પસંદગી કરી છે. આ બે સ્થળોએ ટુર્નામેન્ટનું બે તબક્કામાં આયોજન કરવામાં આવશે. આ બે સ્થળો બરોડા અને લખનૌમાં છે. એવું માનવામાં આવે છે કે ટૂર્નામેન્ટ 6 અથવા 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં પહેલો સ્ટેજ લખનૌમાં અને બીજો સ્ટેજ બરોડામાં રમાશે. જેમાં ફાઇનલ મેચનો પણ સમાવેશ થશે.

BCCIએ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 5 ટીમોને તારીખ અને સ્થળને લઈને હજુ સુધી કોઈ અપડેટ નથી આપ્યું. જોકે, તેણે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે સ્થળ અંગે ચર્ચા કરી છે. એવું માનવામાં આવે છે કે સ્થળની પણ ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણી ઐતિહાસિક મેચો રમાઈ છે. બરોડાનું સ્થળ હજુ તદ્દન નવું છે. આ સ્થળની પ્રથમ મેચ તાજેતરમાં ભારતીય મહિલા ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ સ્થળ પર ઘણી મહિલા T20 ટૂર્નામેન્ટ અને રણજી મેચ રમાઈ છે. આ સ્ટેડિયમ નવી સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. આ જ કારણ છે કે તેને WPLની સેમી ફાઈનલ અને ફાઈનલ માટે પસંદ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *