ટેમ્પાઓની વોરંટી પ્રિયેડ પૂણૅ થાય તે પહેલાં ટેમ્પાઓનું પાર્સિંગ કરાવી કાયૅરત બનાવવા શહેર કોગ્રેસ પ્રમુખની માગ
પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા નવીન ચાર કચરા કલેક્શન ના ટેમ્પા રૂ.38, 40,000 ના ખર્ચે ખરીદવામાં આવ્યા ને સમય વિતવા છતાં પાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી તેનું પાસિંગ નહિ કરાવાતા હાલમાં આ નવીન કચરા કલેકશન માટેના ચારેય ટેમ્પાઓ પાલિકા ની વાહન શાખામાં ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે પાલિકા સતાધીશો દ્રારા તાત્કાલિક ધોરણે આ ચારેય ટેમ્પાઓ ના પાસિંગ કરાવી કાયૅરત બનાવવામાં આવે તેવી માગ પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ દ્વારા પાલિકા ના સતાધીશો સહિત અધીકારીઓને કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેર કોગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આ ટેમ્પાઓની ડીલેવરી પાટણ નગરપાલિકાએ 10- 2- 2025 ના રોજ સ્વીકારી છે.આ દરમિયાન ચારેય ટેમ્પાઓ નું પાર્સિંગ થયેલ ન હતું કે વીમો પણ ન હતો. પરંતુ આ ચાર ટેમ્પાઓનો વીમો 15-3-2025 ના રોજ પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. પરંતુ આ ટેમ્પાઓની ખરીદી થયાને બે મહિના થવા છતાં આજ દિન સુધી ટેમ્પાઓનું પાર્સિંગ થયેલ નથી જેના કારણે આ ટેમ્પાઓને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઉપયોગમાં લઈ શકાતા નથી અને આ ટેમ્પાઓની વોરંટી પણ બે મહિનાની ખતમ થઈ ગઈ છે.
આ ટેમ્પાઓનું ઝડપથી પાર્સિંગ નહીં થાય તો તેને ઉપયોગમાં લીધા વિના જ વોરંટી પ્રિયડ પૂર્ણ થઈ જશે ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી અધિકારીએ આ બાબતે તાત્કાલિક ચારેય ટેમ્પાઓનું પાર્સિંગ કરાવી નગરપાલિકાને થતું આર્થિક નુકસાન અટકાવી સત્વરે આ ટેમ્પા પ્રજાના હિત માટે અને ડોર ટુ ડોર કલેક્શન કરી શકે તે માટે પ્રયત્ન કરવા તેઓએ માગ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.