પાટણ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

પાટણ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

હારીજ,ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકા તેમજ સિદ્ધપુરના બે વોડૅમાં અને સમીની કનીજ પંચાયત બેઠક પર ભાજપની જીત ભાજપના જીતેલા ઉમેદવારો એ અબીલ ગુલાલ અને ફટાકડાની આતશબાજી વચ્ચે વિજય સરધસ કાઢતા કેસરીયો માહોલ સજૉયો

પાટણ જિલ્લામાં યોજાયેલી ત્રણ નગરપાલિકા ની ચૂંટણીની મંગળવારે યોજાયેલી મત ગણતરી દરમિયાન ત્રણેય નગરપાલિકા ચાણસ્મા,હારીજ અને રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો તાલુકા પંચાયતની સીધ્ધપુર તાલુકાની સમોડા ની બેઠક કોંગ્રેસે જીતી છે. જ્યારે સમીની કનીજ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે. જયારે સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક અને સાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ હોય આમ એકંદરે પાટણ જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ નો ભગવો લહેરાતાં જીતેલા ઉમેદવારોના વિજય સરઘસ અબીલ ગુલાલ અને ફટાકડાની આતશ બાજી વચ્ચે નીકળતા સમગ્ર વાતાવરણ કેસરિયુ બનેલ જોવા મળ્યું હતું.

આ ચૂંટણીમાં ચાણસ્મા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી માંથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષ ઉમેદવાર તરીકે ચુટણી લડેલ ઉમેદવારની જીત થવા પામી હતી. જ્યારે રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ ના પત્નીની નગરપાલિકામાં કારમી હાર થવા પામી હતી. તો કોગ્રેસના જિલ્લા મહિલા પ્રમુખની નગરપાલિકા રાધનપુર મા જીત થવા પામી છે.

રાધનપુર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 25 બેઠકો ભાજપ જીતતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું છેલ્લા દસ વર્ષથી રાધનપુર નગરપાલિકાનું શાસન સંભાળી રહેલ કોંગ્રેસ પાસેથી ભાજપે નગરપાલિકા આચકી લેતા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની મહેનત પર પાણી ફરી વળ્યું હોય આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ નિરાશા છવાઈ જવા પામી છે. તો પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની મહેનત રંગ લાવી હોય રાધનપુર નગરપાલિકા અને કનીજ પંચાયતની બેઠક ભાજપે હાંસલ કરતા કાર્યકર્તાઓ અને આગેવાનોમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.

પાટણ જિલ્લાના ત્રણ નગરપાલિકાની પરિણામ ની વાત કરીએ તો; હારીજ ના 6 વોર્ડ માં 24 ઉમેદવારોમાંથી 14 ઉમેદવાર ભાજપના વિજય થયા છે. તો 10 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા છે. તો ચાણસ્મા નગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકો પૈકી 14 બેઠક ભાજપે અને 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બીનહરિફ ચુંટાયેલ હોય જેને લઈને કુલ 15 બેઠકો ભાજપે જીતી છે. કોગ્રેસ ના ફાળે 5 બેઠક અને અપક્ષ ઉમેદવારોએ 4 બેઠક મેળવી છે. જ્યારે રાધનપુર નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો પૈકી 25 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ હોય ફક્ત 3 બેઠકો કોંગ્રેસ મેળવી શક્યું હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *