ઈન્દોરમાં ટૂંક સમયમાં મેટ્રો ટ્રેન દોડવા લાગશે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કોમર્શિયલ કામગીરી હવે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહી છે અને જો બધું બરાબર રહેશે તો આ મહિનાથી કે આવતા મહિનાથી શહેરમાં મેટ્રો રેલ દોડવાનું શરૂ થઈ શકે છે. મધ્યપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ના એક અધિકારીએ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે નિરીક્ષણ બાદ CMRS તરફથી લીલી ઝંડી મળે તો શહેરમાં મેટ્રો રેલનું કોમર્શિયલ ઓપરેશન આ મહિના અથવા ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં મેટ્રો રેલ શહેરના ગાંધી નગર સ્ટેશન અને સુપર કોરિડોરના સ્ટેશન નંબર-3 વચ્ચે 5.90 કિમીના સર્વોચ્ચ પ્રાથમિકતા કોરિડોર પર ચલાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે આ કોરિડોર પર મેટ્રો રેલનું પ્રાયોગિક પરીક્ષણ (ટ્રાયલ રન) સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ રૂટ પર વિખરાયેલી વસ્તીને કારણે મેટ્રો રેલને શરૂઆતમાં મુસાફરોની અછતનો સામનો કરવો પડી શકે છે.
એકવાર શહેરમાં મેટ્રો રેલ શરૂ થઈ જાય અને તેના રૂટની લંબાઈ વધી જાય તો મુસાફરોની કોઈ અછત નહીં રહે. તેના દ્વારા છ કોચની ટ્રેન દોડાવી શકાય તેમ છે, જોકે તેમણે કહ્યું હતું કે, શરૂઆતમાં અમે ત્રણ કોચની ટ્રેન ચલાવીશું. જેમ જેમ મુસાફરોની સંખ્યા વધશે તેમ તેમાં વધુ ત્રણ કોચ ઉમેરી શકાશે.