સાબરકાંઠા જિલ્લામાં આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠક માટે 22 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PI ડી.આર. પઢેરિયાના નેતૃત્વમાં PSI અને પોલીસ સ્ટાફે બે કલાક સુધી નગરપાલિકા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન તમામ 22 મતદાન મથક અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, સાબરકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની કુલ ચાર બેઠક માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

- February 10, 2025
0
274
Less than a minute
You can share this post!
editor