પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક માસુમ ને પીખી નાખવાની કોશિશ મામલે નોધાયેલ ફરિયાદ ના આરોપી યુવાન અસ્લમખાન રસુલખાન બલોચ, મૂળ રહે.દુનાવાડા (તા.હારીજ, જિ.પાટણ)હાલ રહે.જાખા તા.સરસ્વતી વાળાનેપોલીસે ગણતરીના કલાકો માં દબોચીને તેનું સરઘસ કાઢી ધટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો તેણે પોલીસ સમક્ષ પોતાએ કરેલી તમામ હકીકત રિકન્સ્ટ્રક્શન દરમ્યાન બતાવી હતી. પોલીસે આરોપી યુવાન નું સરઘસ કાઢતા તેણે જોવા માટે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતાં. આરોપીએ બાળકીને જમીન પર પછાડી, અને તેના કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ આરોપીના પેટમાં લાત મારી બચી ગઈ હતી અને નજીકના ઘરે જઈને બૂમાબૂમ કરી હતી. આજુબાજુના લોકો આવી જતાં આરોપી ભાગી ગયો હતો. બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPC કલમ ૭૪, ૭૫(૨), ૭૬૭૮(૧)(૧), ૧૧૫(૨), ૧૨૬(૨) તથા પોક્સો એક્ટની કલમ ૩, ૧૨, ૧૮ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- June 4, 2025
0
126
Less than a minute
You can share this post!
editor