૩૬,૨૦૦ કિ.ગ્રા કિ.રૂ.૧૦,૮૬,૦૦૦ નો મુદ્દામાલ પકડી આગળ ની કાયૅવાહી હાથ ધરી; પાટણ એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે વરાણા નજીક થી પસાર થઇ રહેલ ટ્રક માંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ૩૬,૨૦૦ કિ.ગ્રા કિ.રૂ.૧૦,૮૬,૦૦૦ ના સાથે એક શખ્સને પકડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ દ્વારા મળતી હકીકત મુજબ એસઓજી.શાખા પાટણ દ્રારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ની સુચના આધારે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ સધન બનાવી મળેલી હકીકત આધારે વરાણા ખોડીયાર હોટલ નજીક આવતા એક ટ્રક રજી.નં- RJ 03 GA-6455 માં તપાસ કરતાં ચોખાના કટ્ટા ભરેલા જણાઇ આવેલ જે બાબતે ટ્રક ચાલકને પૂછતા ચાલક મુદ્દામાલ બાબતે સાચી માહિતી ન આપતા હોઇ તેમજ આ મુદ્દામાલ બાબતે જરૂરી આધાર-પૂરાવા માંગતા તેઓએ ન આપતા ગલ્લા તલ્લા કરતાં ટીમે ચોખાનો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં ૩૬,૨૦૦ કિ.ગ્રા કિં.રૂ.૧૦,૮૬,૦૦૦ નો સમી મામલતદાર ને રૂબરૂ બોલાવી ટ્રક તથા મુદામાલની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ચાલક સેરલ રમેશ દેવીલાલ રહે. છોટી સરવણ સલીયા બાંસવાડા રાજસ્થાન વાળાને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.