હાલ તબક્કે શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે ને ખેડૂતો રવિ પાક માટે ની તૈયારી માં લાગી ગયા છે. ત્યારે દાંતા તાલુકા મહત્તમ આદિવાસી વિસ્તાર અને ભૌગોલિક પરિસ્થિતિ ઢાળ ઢોળાવ વાળી છે જે આદિવાસી લોકો મહત્તમ ખેતીવાડી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે એક બાજુ વાવેતર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ખેડૂતો ને DAP ખાતર મળી નથી રહ્યું અને સમગ્ર દાંતા તાલુકા માં ખાતર નો ડેપો એક માત્ર દાંતા ખાતે આવેલો છે જ્યાં DAP ખાતર ની ભારે અછત પ્રવર્તી રહી છે.
એટલુજ નહીં ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં બિયારણ પણ નથી મળી રહ્યા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે, હાલ તબ્બકે ખેડૂતો વારંવાર ખાતર માટે દાંતા ભાડું ખર્ચી ને ધક્કા ખાઈ રહ્યા છે પણ ડેપો માંથી આજે આવસે કે કાલે આવશે તેવા ગલ્લા તલ્લા કરી રહ્યા છે. જોકે હાલ તબ્બકે ખાતર ના ડેપોમાં એક માત્ર યુરિયાનો મોટો જથ્થો ધરબાયેલો પડ્યો છે. ત્યારે ખેડૂતો ને DAP ખાતર ની મોટી માંગ છે જે મળી નથી રહ્યું જેને લઈ સીઝન નીકળી ન જાય તે પહેલા સરકાર પૂરતા પ્રમાણ માં બિયારણ ને ખાતર નો જથ્થો પૂરો પાડે તેવી માંગ કરાઈ રહી છે જો ખેડૂતો ને સમયસર ખાતર નહીં મળે તો આ રવિપાક ની સાથે આવનાર ઉનાળુ સીઝન નો પાક મેળવવા માં ભારે મુસ્કેલી નો સામનો કરવો પડસે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે
જોકે હાલ તબ્બકે ખેડૂતો હાલ યુરિયા ખાતર ની જરૂર ન હોવા છતાં સીઝન માં ખોટ ન પડી જાય તે માટે ખેડૂતો યુરિયા ખાતર લઈ જઈ યુરિયા ખાતર સંગ્રહ કરવા લઈ જતા હોવાનું પણ જોવા મળ્યું હતું જોકે આ સમગ્ર મામલે ખાતર ડેપો ના મેનેજર ભરત સિંહ ચોહાણે કઈ પણ કહેવાનું ઈન્કાર કર્યો હતો