વેપારીઓ સહિત લારી- ગલ્લા ધારકોને ટ્રાફિક નિયમનના પાલન અર્થે સૂચિત કરાયા; પાટણ શહેરના વિવિધ માર્ગો પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અને ગેરકાયદેસરના દબાણો દૂર કરવા પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે ત્યારે પાટણ શહેરના બજાર માર્ગો પરના વેપારીઓ તેમજ લારી ગલ્લા ધારકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવાની પાલિકા પ્રમુખ દ્વારા કડક સુચના આપવામાં આપવાની સાથે દરેકને રોડ ઉપર મારેલ સફેદ પટ્ટા ની બહાર કોઇપણ પ્રકારનું દબાણ નહીં કરવા સુચિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રોડ ઉપરના સફેદ પટ્ટા ની બહાર કોઈ પણ દુકાનદાર દ્રારા દબાણ કર્યું હશે કે લારી ગલ્લા પડ્યા હશે કે વાહનો પાકૅ કરેલ હશે તો પાલિકા તંત્ર કોઈ પણ જાતની શેહશરમ વગર ટ્રાફિક નિયમનનો ભંગ કરવા બદલ સ્થળ ઉપર દંડ વસુલાત કરશે. જેથી દરેક દુકાન દાર અને લારી ગલ્લા ધારકો સહિત માગૅ પર આડેધડ પાકૅ કરતાં વાહન ચાલકો ને પાલિકા પ્રમુખ ની સુચના અનુસાર સુચિત કરવામાં આવ્યા હોવાનું પાલિકાના સુત્રો એ જણાવ્યું હતું.