બનાસ નદીના પટમાં આવેલ છત્રાલા અને અરણીવાડામાં રાત દિવસ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ રેત ખનન કરી કરોડો રૂપિયાની રોયલ્ટીની પણ ચોરી કરી રહ્યા છે.ત્યારે છત્રાલા નદીના પટમાંથી ગેર કાયદેસર રેતીની ચોરી થાય છે.તેવી બાતમીના આધારે આજે તા.૧૫-૦૧-૨૦૨૫ ને બુધવારની વહેલી સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરાદ તરફ જતા રોયલ્ટી વગરના પાંચ ટર્બા ઇન્સ્પેક્ટર આર. એચ. નંદાણીયા અને ટીમ દ્વારા ઝડપી પાડી ભીલડી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના વડાવલ અને સણથ ગામની નદીના પટમાંથી પણ ગેર કાયદેસર રીતે ખનીજ ચોરીનું નેટવર્ક ચાલે છે અને બેફામ રીતે ટર્બા ઓવરલોડ રેતી ભરીને રાજસ્થાનમાં ઠાલવી રહ્યા છે .અઠવાડિયા પહેલાં ડીસા મામલતદાર દ્વારા બે ટર્બા પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ત્યારે ખાણ ખનીજ વિભાગ પણ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.