વાવમાં મધ્યરાત્રી એ ત્રણ દુકાનો ના તાળા તૂટ્યા અંદાજે રૂપિયા 35000 હજાર ની ચોરી કરી ચોર ટોળકી ફરાર

વાવમાં મધ્યરાત્રી એ ત્રણ દુકાનો ના તાળા તૂટ્યા અંદાજે રૂપિયા 35000 હજાર ની ચોરી કરી ચોર ટોળકી ફરાર

ટૂંકા ગાળામાં વાવ શહેરમાં ચોરીના વધુ પડતા બનાવો ને લઈ વાવ શહેરમાં લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. વાવના પંચ મુખી હનુમાન મંદિરમાં ચોરી બાદ તરત જ વાવ પાણી પુરવઠા કચેરીમાં રૂ 33000 હજાર ના કેબલ વાયર ની ચોરી બાદ ફરી પાછી તરત જ ગતરોજ મધ્યરાત્રી એ વાવ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારના ત્રણ વેપારીની દુકાનના ત્રણ તાળા તોડી ચોર ટોળકી રૂપિયા અંદાજે 350000 હજારની રકમની ચોરી કરી ફરાર થઇ જતાં વાવ શહેરના વેપારી મિત્રો એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં વાવ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવતા અરવિદ ધુડાલાલ વોરાની દુકાનનું સટર ઊંચું કરી અંદર ઘુસી રૂ.21700 ની રોકડ રકમ તેમજ આજ વિસ્તારમાં મુખશુદ્ધિ પાન પાર્લર ચલાવતા વરધાજી દાનજી રાજપૂત ના પાર્લર માંથી રૂ 13581 નો માલ તેમજ રોકડ રકમ ની ચોરી તેમજ આજ વિસ્તાર માં મુક્તિલાલ કીર્તિલાલ મોદીની દુકાન નું સટર તોડેલ જેમાં ચોરી નો પ્રયાસ નિષફળ થયેલ જોકે વાવ શહેર ખાતે જી.આર.ડી જવાનોની ફરજ હોવા છતાં ચોરીના બનાવો બનતાં વાવ શહેરના વેપારી મિત્રો માં રોષ ભભૂકી ઉઠેલ છે જોકે સત્તાવાર જાણવા મળતી માહિતી મુજબ વાવ પોલીસ મથક પાસે 62 હોમગર્ડ્ઝ જવાન અને 150 વધુ જી.આર.ડી ના જવાનો હોઈ દરેક વિસ્તારમાં પોઇન્ટ કાર્યરત કરી પોલીસ તેના ઉપર સતત નજર રાખે તો ચોરી ના બનતા બનાવો અટકી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *