ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમી ઈન્ડિયાએ મેચ 6 વિકેટે જીતી

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમી ઈન્ડિયાએ મેચ 6 વિકેટે જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની પ્રથમ મેચ 295 રને જીતી લીધી હતી. ભારતીય ટીમ આ સિરીઝમાં હાલ 1-0થી આગળ છે. આગામી મેચ એડિલેડમાં રમાવાની છે. આ મેચ ડે-નાઈટ ફોર્મેટમાં ગુલાબી બોલથી રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચની તૈયારી કરી રહી છે. પિંક બોલ ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમી હતી. જ્યાં ભારતીય ટીમે મિનિસ્ટર ઈલેવનને એકતરફી પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

ભારત અને મિનિસ્ટર ઈલેવન વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જેના કારણે બીજા દિવસે કેટલાક નવા નિયમો સાથે મેચ રમાઈ હતી. જ્યાં બંને ટીમોને 46-46 ઓવરની બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. જે ટીમ સૌથી વધુ રન બનાવે છે તે જીતે છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. તેની ટીમ 43.2 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ 46 ઓવરમાં બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર ઓસ્ટ્રેલિયા કરતા વધુ હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાને આ મેચની વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સાથે ભારતે મેચ બાદ ટ્રોફી પણ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા 06 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમશે.

subscriber

Related Articles