આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી ૨૫૦ લોકો પાસેથી ૩ કરોડ પાડાવનારો આરોપી પોલીસે ઝડપી પાડ્યો

આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી ૨૫૦ લોકો પાસેથી ૩ કરોડ પાડાવનારો આરોપી પોલીસે ઝડપી પાડ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવવાની લાલચ આપી હતી અને વસ્ત્રાપુર, સોલા તથા નારણપુરાના ૨૫૦ લોકો સાથે રૃા. ૩ કરોડની ઠગાઇ કરનારા આરોપીને પોલીસે પકડી પાડયો છે. વસ્ત્રાપુર,સોલા અને નારણપુરાના ૨૫૦ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનની લાલચ આપી હતી અને તેઓ પાસે રૃા. ૩ કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાની ફરિયાદ નોધાઇ હતી આ કેસના આરોપી વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ઉર્ફે સાહેબ ભોજુભા રાઠોડ ને ઝોન ૧ લોકલ ક્રાઇમે ઝડપી પાડયો છે.

પોલીસ તપાસમાં આરોપી સચિવાયલમાં નોકરી કરતો હવાનું કહીને જરૃરીયાતમંદ લોકોને પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવવાની લાલચ આપતો હતો. છેલ્લા બે વર્ષથી તેણે લોકોને પાસેથી મકાન રજીસ્ટ્રેશનના ૩૦ હજાર અને તથા દુકાન રજીસ્ટ્રેશનના રૃા.૫૦ હજાર અને દસ્તાવેજના  રૃા. ૧.૪૦ લાખથી રૃા. ૧.૬૦ લાખ પડાવતો હતો. આરોપી આવાસ યોજનાના ડ્રોમાં મહિલાઓને પ્રાયોરીટી આપવામાં આવતી હોવાનું કહી મહિલાઓના ફોર્મ ભરાવતો હતો.  દુકાનો અને મકાન અપાવાના બહાને ૨૫૦ લોકો પાસેથી ૩ કરોડ પડાવ્યા હતા. પોલીસ તપાસમાં ધંધામાં નુકસાન જવાના બહાના બતાવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *