ત્રણેય નગર પાલિકા મા સરેરાશ 61.19 ℅ મતદાન થયું જેમાં સૌથી વધુ મતદાન હારીજ પાલિકામાં 76.99℅ નોધાયું પાટણ જિલ્લાની ચાણસ્મા,હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી અને હારીજ, સમી તેમજ સિદ્ધપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ માટે રવિવારે યોજાયેલી મતદાન પ્રક્રિયા શાંતિ પૂણૅ માહોલમાં સંપન્ન બનતાં તંત્ર એ રાહત અનુભવી હતી.
ત્રણેય નગર પાલિકાઓમાં કુલ 164 ઉમેદવારો નું આ ચૂંટણી મેદાનમાં ભાવી સીલ થયું છે: રવિવારે સવારે 7 કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 કલાકે પૂર્ણ થતા ત્રણેય નગરપાલિકા નું સરેરાશ મતદાન 61.19℅ નોધાયું છે જેમાં સૌથી વધુ મતદાન હારીજ નગર પાલિકાનું 76.99℅ ચાણસ્મા નગરપાલિકાનુ 66.78℅ અને રાધનપુર નગરપાલિકા નું 60.53℅ નોંધાયુ હતું તો સિધ્ધપુર વોડૅ નં1 મા 31.56℅ અને વોડૅ નં 7 મા 36.19℅ જયારે સમી ના 7- કનીજ તાલુકા પંચાયત 1 બેઠક પર 58.57℅ અને સિધ્ધપુર ના સમોડા-19 બેઠક પર 58.15℅ મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ ના હારીજ નગરપાલિકાની વાત કરીએ તો હારીજ 6 વોડૅની ચુટણીમાં કુલ 24 બેઠકો માટે 57 ઉમેદવારો આ ચુટણી જંગમાં ઝંપલાવ્યું હતું. તો ચાણસ્મા નગરપાલિકા ના પણ 6 વોડૅ ની 24 બેઠકો માટે કુલ 47 ઉમેદવારો એ ઉમેદવારીનોંધાવી હતી. જેમાં વોડૅ નં. 4 મા ભાજપના એક ઉમેદવાર સામે કોઈ ઉમેદવારે ફોમૅ ન ભરતા તે બેઠક પર ભાજપના ઉમેદવાર બીન હરિફ બન્યા હતા.અને રાધનપુર નગરપાલિકાના 7 વોડૅ ની 28 બેઠકો માટે કુલ 60 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ત્રણેય પાલિકા ની રવિવારે યોજાયેલી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ની ચૂંટણીનો જંગ ખેલાયો હતો.
જયારે સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7 માં 4 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હોય તેવું જોવા મળ્યું હતું: તો મતદાન પ્રક્રિયા ની વ્યવસ્થાની વાત કરીએ તો કુલ 78 મતદાન મથકો પર 416 પોલિંગ સ્ટાફ અને 138 થી વધુ પોલીસ કર્મચારીઓએ ફરજ બજાવી હતી.તો કુલ 37 મતદાન સ્થળો અને 77 મતદાન મથકોને તંત્ર દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. ખાસ નોંધનીય છે કે હારીજ તાલુકા પંચાયતની સાંકરા બેઠક અનુસૂચિત આદિજાતિ મહિલા માટે અનામત હોવા છતાં આ બેઠક પર કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની રવિવારે યોજાયેલી આ ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદારો પોતાના મનગમતા ઉમેદવારો માટે મતદાન કરવા મતદાન મથકો પર લાંબી કતારમાં જોવા મળ્યા હતા.
તો રાધનપુર ના એક મતદાન મથક ઉપર એવીએમ મશીન મા ખામી સજૉતા તાત્કાલિક તે મશીન ને તંત્ર દ્વારા દુર કરી નવું એવીએમ મશીન ઉપલબ્ધ બનાવ્યા બાદ રાબેતા મુજબ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સિધ્ધપુર ના ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પોતાના ધમૅ પત્ની સાથે પોતાના વોડૅ વિસ્તારમાં મતદાન કરી મતદાતાઓને મતદાન અવશ્ય કરવા અપીલ કરી હતી. તો રાધનપુર ના પૂવૅ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ પણ મતદાન કરી પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. હારીજમાં વાદી વસાહતમાં ખાસ પરંપરાગત વસ્ત્રોમાં વાદી સમાજના સ્ત્રી અને પુરુષ મતદારોએ પોતાના મતાધિકાર બાબતે જાગૃત બની મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી.
ચાણસ્મા નગરપાલિકા ચૂંટણીમાં પણ લોકો ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું તો સીનીયર સિટીઝન,વૃદ્ધ અને અશક્ત દિવ્યાંગ મતદારોએ પણ પોતાના મતાધિકાર નો કર્યો હતો આવા મતદારો ને મતદાન મથક સુધી લઇ જવા માટે ફરજ પરના પોલીસ કર્મીઓ સહયોગી બન્યા હતા. એકદરે પાટણ જિલ્લામાં રવિવારે યોજાયેલી ચુંટણીઓ શાંતિ પૂણૅ માહોલમાં સંપન્ન બનતા તંત્ર એ રાહત અનુભવી હતી ચુંટણીની મતગણતરી તા.૧૮મી એ હાથ ધરાયા બાદ પરિણામ બહાર આવશે હાલમાં દરેક ઉમેદવાર પોતાની જીતના દાવા કરતાં જોવા મળ્યા હતા.