ચૂંટણી પંચે ૩૩૪ પક્ષોની નોંધણી રદ કરી, હવે દેશમાં ૬૭ પ્રાદેશિક પક્ષો રહ્યા

ચૂંટણી પંચે ૩૩૪ પક્ષોની નોંધણી રદ કરી, હવે દેશમાં ૬૭ પ્રાદેશિક પક્ષો રહ્યા

હવે દેશમાં ફક્‍ત ૬ રાષ્‍ટ્રીય પક્ષો બાકી છે. તેમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP), માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP), દેશની : શાસક ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી (માર્ક્‍સવાદી), મુખ્‍ય વિપક્ષ કોંગ્રેસ અને નેશનલ પીપલ્‍સ પાર્ટી (NPP) નો સમાવેશ થાય છે.

ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રણાલીને સ્‍વચ્‍છ બનાવવાની વાત કરતા ૩૩૪ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. દેશમાં ફક્‍ત ૬ રાષ્‍ટ્રીય પક્ષો છે. આ ઉપરાંત, પ્રાદેશિક પક્ષોની સંખ્‍યા ઘટીને ૬૭ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભારતમાં રાજકીય પક્ષોની નોંધણી ચૂંટણી પંચ (ECI) માં જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ 29A ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવે છે.

રાજકીય પક્ષોની નોંધણી માટે જારી કરાયેલ માર્ગદર્શિકામાં એવી જોગવાઈ છે કે જો કોઈ પક્ષ સતત ૬ વર્ષ સુધી ચૂંટણી લડતો નથી, તો તેને રજિસ્‍ટર્ડ પક્ષોની યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત, જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ 29A હેઠળ, પક્ષે નોંધણી સમયે તેનું નામ, સરનામું, પદાધિકારીઓના નામ વગેરેની વિગતો આપવી પડશે. આમાં કોઈ ફેરફાર થાય તો, વિલંબ કર્યા વિના ચૂંટણી પંચને જાણ કરવી ફરજિયાત છે. આ અગાઉ, જૂન ૨૦૨૫ માં, ચૂંટણી પંચે રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના મુખ્‍ય ચૂંટણી અધિકારીઓ (CEOs) ને ૩૪૫ પક્ષોની તપાસ કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. મુખ્‍ય ચૂંટણી અધિકારીઓએ તેની તપાસ કરી, આ પક્ષોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. દરેક પક્ષને વ્‍યક્‍તિગત સુનાવણી દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.

આ પછી, મુખ્‍ય ચૂંટણી અધિકારીઓના અહેવાલના આધારે, એવું જાણવા મળ્‍યું કે કુલ ૩૪૫ પક્ષોમાંથી ૩૩૪ પક્ષો નિર્ધારિત શરતોનું પાલન કરી રહ્યા નથી. બાકીના કેસો ફરીથી તપાસ માટે મુખ્‍ય ચૂંટણી અધિકારીઓને પાછા મોકલવામાં આવ્‍યા છે. તમામ હકીકતો અને મુખ્‍ય ચૂંટણી અધિકારીઓની ભલામણોને ધ્‍યાનમાં લીધા પછી કમિશને ૩૩૪ પક્ષોની નોંધણી રદ કરી. હવે ભારતમાં ફક્‍ત ૬ રાષ્‍ટ્રીય પક્ષો બાકી છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *