યુવકે સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો; પાલનપુર તાલુકાના એક ગામની સગીર વયની બાળકીને એક યુવક લલચાવી ફોસલાવી પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને ભગાડી જવાઇ હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ થતા આ કેસ પાલનપુરની કોર્ટેમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને 20 વર્ષ સખ્ત કેદની સજા અને પચાસ હજારનો દંડ કરતો ચુકાદો આપ્યો છે
પાલનપુર તાલુકાના એક ગામમાં પશુ પાલન અને મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની મહિલા ગત.તાં.22/08/2022 ની સાંજે ડેરી એ દૂધ ભરાવવા ગઇ હતી તે સમયે તેમની પંદર વર્ષની સગીર દીકરી ઘરે હતી દરમ્યાન અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામનો મુકેશ દલજીભાઇ ગમનજી નામનો યુવક આ કિશોરીને લલચાવી ફોસલાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી પોતાના બાઇક પર સગીરા નું અપહરણ કરી ગયો હતો અને કિશોરી સગીર હોવાનું માલુમ હોવા છતાં તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે આરોપી વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસ પાલનપુરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ અમિત જે કાનાણી ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દિનેશકુમાર એચ છાપીયા ની ધારદાર રજૂઆતો અને આધાર પુરાવા ને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપીને વીસ વર્ષ સખ્ત કેદની સજા અને પચાસ હજારના દંડની સજા સંભળાવી હતી.