35,000 મિસકોલની યાદી સાથે સી.એમ.ને કરાઇ રજુઆત; પાલનપુર ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા ગાંધીનગર જઈ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજુઆત કરાઈ હતી. પાલનપુરની ટ્રાફિકની વિકટ સમસ્યાના નિરાકરણ હેતુથી બનેલી ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે મળીને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજુઆત કરાઈ હતી.
જેમાં સત્વરે બાયપાસ બનાવી ઓવર બ્રિજ બનાવવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત ભારે વાહનોને ડાયવર્ઝન આપવા જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી માંગ કરાઈ હતી. આ અંગે સીએમ કક્ષાએથી કહેવામાં આવ્યું હતું કે, જિલ્લાના પ્રશાસનને બોલાવીને સર્કલ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાય તેનું જાહેરનામું બહાર પડાશે. અને બાયપાસ નું કામ ઝડપી પૂરું થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. જરૂર પડે અંડર પાસ અને બ્રિજ પણ બનશે. સમિતિના 20 થી 35 સભ્યો જોડાયા હતા. જોકે, યોગ્ય પરિણામ નહીં આવે તો સીએમ ને ફરી આગામી દિવસોમાં સમિતિ દ્વારા રજૂઆત કરાશે.