પાલનપુરમાં “જય રણછોડ માખણ ચોર” નો નાદ ગુંજી ઉઠ્યો જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

પાલનપુરમાં “જય રણછોડ માખણ ચોર” નો નાદ ગુંજી ઉઠ્યો જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મટકીફોડ કાર્યક્રમે જમાવ્યું ભારે આકર્ષણ; દેશભરમાં આજે જન્માષ્ટમી પર્વની ઉજવણી વચ્ચે પાલનપુરમાં પણ શ્રી કૃષ્ણ જમોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મટકી ફોડ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરભર માં ઠેરઠેર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા સમગ્ર નગર જય રણછોડ માખણચોરના ગગન ભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું.

પાલનપુરમાં જન્માષ્ટમી નિમિત્તે થતા વિશ્વ હિન્દુ પરિષદના 61માં સ્થાપના દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નગર પ્રખંડ દ્વારા બ્રિજેશ્વર કોલોની રાધા કૃષ્ણ મંદિરથી વિશાળ શોભા યાત્રા નીકળી હતી. “જય રણછોડ માખણચોર…” “ગોકુળમાં કોણ છે..રાજા રણછોડ છે…”ના ગગનભેદી જયઘોષ વચ્ચે શોભાયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વિશાળ સઁખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા હતા.

શોભાયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. જ્યાં રસ્તાઓ ઉપર અંદાજીત મટકીઓ બાંધવામાં આવી હતી. જે બાંધેલી મટકીઓ ગોવાળિયા ઓ પિરામિડ રચી ફોડતા હતા. ત્યારે આજુબાજુના મકાનોની અગાસી ઉપરથી લોકો પાણી નાંખતા હતા. ત્યારે મટકી ફોડ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. જય ઘોષ વચ્ચે સાંજના સુમારે શોભાયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી. અને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરાયા હતા. આ ઉપરાંત શહેરભરમાં રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થી સમગ્ર નગર આજે કૃષ્ણ ભક્તિમાં લિન બની ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *