જજૅરિત સ્ટેન્ડ કોઈપણ સમયે તૂટી પડવાની લોકો મા દહેશત; પાટણ-હારીજ ફોર લેન હાઈવે પર આવેલા કુરેજા ગામનું બસ સ્ટેન્ડની બે વર્ષ ના ટુકા ગાળામાં જજૅરિત બનતા કોઈ પણ સમયે તૂટી પડે તેવી શકયતાઓ લોકો વ્યકત કરી રહ્યા છે. કુરેજા ગામે માત્ર બે વર્ષ પહેલા બનાવવામાં આવેલું આ બસ સ્ટેન્ડ હાલમાં એક બાજુએ નમી ગયું છે. ફોર લેન હાઈવે પર આવતા ગામડાઓના લોકોને એસટી બસમાં અવર જવર માટે સરકાર દ્વારા બસ સ્ટેન્ડની સુવિધા આપવામાં આવી છે. પરંતુ કુરેજા ગામના બસ સ્ટેન્ડનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે.આ બસ સ્ટેન્ડ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. સ્થાનિક લોકોમાં રોષ છે કે આ માટે જવાબદાર કોણ – માર્ગ અને મકાન વિભાગ, એસટી વિભાગ કે પછી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર? મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવાની પણ લોક માંગ ઊઠી છે.

- March 31, 2025
0
71
Less than a minute
You can share this post!
editor