પાલનપુરમાં બનાસ ડેરી નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુરમાં બનાસ ડેરી નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક જ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે, અચાનક આગ લાગતા સમય સૂચકતા દાખવી કાર ચાલક કારમાંથી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો. કારમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. જોકે, સદ્દ નસીબે મોટી જાનહાની ટળી હતી. આગમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.

- February 27, 2025
0
83
Less than a minute
You can share this post!
editor